22 થી 26 તારીખમાં ભારે ચક્રવાત સર્જાશે, અંબાલાલ પટેલની ભુકકા બોલાવે તેવી આગાહી

અંબાલાલ પટેલની વરસાદ અંગેની મોટી આગાહી

ambalal patel aagahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરાઇ છે. અંબાલાલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં નવી ચક્રવાતની સંભાવના રહેલી છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અંબાલાલે જણાવ્યું છે કે, હાલમાં જે સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી હતી તે હવે પશ્ચિમ ઘાટ તરફ વરસાદ લાવશે.

આ પણ વાચો : 16 થી 22 તારીખમાં ભારે માવઠાની આગાહી, તો ઠંડીની શરૂઆત ક્યારે થશે? અંબાલાલ પટેલની નવી આગાહી

જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા રહેલી છે. કચ્છ, અમરેલી, જૂનાગઢ, બંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે.

ગુજરાતમાં કયાં કમોસમી વરસાદ પડશે? – ambalal patel aagahi

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતના વડોદરા, જંબુસર, ભરૂચમાં પણ ક્યાંક-ક્યાંક કમોસમી વરસાદ થવાની શકયતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાનમાં ફેરફાર જોવા કળી શકે છે.

આ પણ વાચો : આજે ગુજરાતના 5 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

22 થી 29 તારીખમાં અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે, તારીખ 22 ઓક્ટોબર સુધીમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં ક્યાંક-ક્યાંક વરસાદ શકયતા રહેલી છે. 29 તારીખમાં વધારે સંભાવના રહેલી છે. પરંતુ તારીખ 22 ઓક્ટોબર પછી પણ ક્યાંક-ક્યાંક હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા વયકત કરવામાં આવેલ છે.

આ પણ વાચો : રાજ્યભરને ઘમરોળશે મેઘરાજા, બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ચક્રવાત અંગેની અંબાલાલની મોટી આગાહી – ambalal patel aagahi

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં નવું ચક્રવાત સર્જાઈ શકે છે. જેના લીઘે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડવાની સંભાવના છે.

22 ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બની રહી છે. આ સિસ્ટમ લગભગ 22 ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં સક્રિય થશે અને ત્યાં આ મજબૂત સિસ્ટમ બનશે. ઉપરાંત લગભગ થાઈલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય થવાની શકયતા છે. જેના કારણે તારીખ 22 થી 26 માં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત બની શકે છે. લગભગ તેની ગતિ 100 થી 120 કી.મી.  કે તેનાથી પણ વધારે જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, 2025માં હવામાનમાં મોટા ફેરફારો થશે. આગામી વર્ષોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમી વધારે રહેશે અને ચક્રવાતોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં કયાં કમોસમી વરસાદ પડશે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતના વડોદરા, જંબુસર, ભરૂચમાં પણ ક્યાંક-ક્યાંક કમોસમી વરસાદ થવાની શકયતા છે.

Leave a Comment